1 જાન્યુઆરીએ નવા સિમ કાર્ડ ખરીદવા માટેના નિયમો બદલાશે, હવે સિમ કાર્ડ લેવા માટે આવ પ્રક્રિયા કરવી ફરજીયાત થઇ જશે. જાણો આ પાછળ નું કારણ અને શું થશે ફાયદો.
Department of Telecommunications અનુસાર, નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરી, 2024થી નવા સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.
New Sim Card Rule 2024
1 જાન્યુઆરીએ નિયમો બદલાશે: ગ્રાહકોએ હવે નવા સિમ કાર્ડ ખરીદતી વખતે e-KYC સબમિટ કરવું પડશે. તે જ સમયે, ફક્ત ટેલિકોમ કંપનીઓ e-KYC કરશે. નવા મોબાઈલ કનેક્શન લેવાના બાકીના નિયમો યથાવત રહેશે.
નવું Sim Card અન્ય નિયમો માં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી સિમ કાર્ડ ખરીદવા માટે દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતી હતી.
Verification of SIM card vendors is also required
Department of Telecommunications ના જણાવ્યા અનુસાર, નવું સિમ ખરીદનારાઓની માહિતી બાયોમેટ્રિક્સ(biometrics) દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. Department of Telecom તમામ કંપનીઓ માટે આ નિયમ ફરજિયાત જાહેર કર્યો છે. નવા નિયમો હેઠળ સિમ કાર્ડ વેચનારનું વેરિફિકેશન કરાવવું પણ જરૂરી છે. તમને જણાવી દઈએ કે સરકારે ઓગસ્ટમાં નવા નિયમોની જાહેરાત કરી હતી, પરંતુ નિર્ણયને લાગુ કરવામાં વિલંબ થયો હતો.
કાગળ આધારિત KYC પર સંપૂર્ણ પ્રતિબંધ:
ટેલિકોમ્યુનિકેશન વિભાગે આ અંગે આદેશ જારી કર્યા છે.ઈ-કેવાયસીનો હેતુ સિમ ફ્રોડને રોકવા અને દેશમાં ડિજિટલાઈઝેશનને પ્રોત્સાહન આપવાનો છે. નવા નિયમ બાદ પેપર આધારિત KYC પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. આ એક ખર્ચાળ અને સમય માંગી લે તેવી પ્રક્રિયા છે. આના પર પ્રતિબંધથી ટેલિકોમ કંપનીઓના ખર્ચમાં પણ ઘટાડો થશે.