સોમનાથ મંદિર લઇ ને શું વિવાદ વાઇરલ ?

બાર જ્યોતિર્લિંગોમાંના એક સોમનાથ મંદિરની નીચે પણ 3 માળની ઇમારત હોવાનું જાણવા મળ્યું છે. IIT ગાંધીનગર અને 4 સંલગ્ન સંસ્થાઓના પુરાતત્વ નિષ્ણાતોએ આ શોધ કરી છે. આ તપાસ વડાપ્રધાન અને સોમનાથ મંદિરના ટ્રસ્ટી નરેન્દ્ર મોદીના આદેશ પર કરવામાં આવી હતી. લગભગ એક વર્ષ પહેલા મોદીએ દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં પુરાતત્વ વિભાગને આ તપાસ કરવા જણાવ્યું હતું.



મંદિરની નીચે એલ આકારની ઇમારત

પુરાતત્વ વિભાગ દ્વારા એક વર્ષની તપાસ બાદ 32 પાનાનો અહેવાલ તૈયાર કરીને સોમનાથ ટ્રસ્ટને સુપરત કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મંદિરની નીચે એલ આકારની બીજી ઈમારત છે. સોમનાથ મંદિરના દિગ્વિજય ગેટથી થોડે દૂર આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની આસપાસ બૌદ્ધ ગુફાઓ હોવાનું પણ જાણવા મળ્યું છે.

વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરેલ અહેવાલ

નિષ્ણાતોએ લગભગ 5 કરોડ રૂપિયાના આધુનિક મશીનો સાથે મંદિરની નીચે તપાસ કરી હતી. જમીનની નીચે લગભગ 12 મીટર જીપીઆર તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે નીચે એક પાકી ઈમારત છે અને ત્યાં પ્રવેશદ્વાર પણ છે.


5 રાજાઓએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો

એક મંદિર અગાઉ અસ્તિત્વમાં હોવાનું કહેવાય છે. વલ્લભીના મૈત્રક રાજાઓ દ્વારા સાતમી સદીમાં બીજી વખત મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આઠમી સદીમાં, સિંધના આરબ ગવર્નર જુનૈદે તેને તોડવા માટે તેની સેના મોકલી. આ પછી પ્રતિહાર રાજા નાગભટ્ટે 815 એડીમાં ત્રીજી વખત તેનું નિર્માણ કરાવ્યું. માળવાના રાજા ભોજ અને ગુજરાતના રાજા ભીમદેવે તેના અવશેષો પર ચોથી વખત બાંધકામ કરાવ્યું હતું. પાંચમું બાંધકામ 1169માં ગુજરાતના રાજા કુમાર પાલે કરાવ્યું હતું.

વર્તમાન મંદિરને સરદાર વલ્લભભાઈ પટેલે દાન આપ્યું હતું.

મુઘલ સમ્રાટ ઔરંગઝેબ દ્વારા 1706 માં મંદિરને ફરીથી તોડી પાડવામાં આવ્યું હતું. જૂનાગઢ રજવાડાને ભારતનો હિસ્સો બનાવ્યા બાદ તત્કાલિન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે જુલાઈ 1947માં સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો આદેશ આપ્યો હતો. નવું મંદિર 1951માં પૂર્ણ થયું હતું.

હાલ શું Viral થઈ રહ્યું છે ?



વિવાદ એટલો બધો ગંભીર છે કે બોદ્ધ અનુયાયીઓએ સોમનાથ મંદિરને (Somnath) બ્રાહ્મણોને કબજે કરેલું સ્તૂપ જણાવ્યું છે, જ્યારે કેટલાક દેવી-દેવતાઓને બૌદ્ધ પ્રતિમા માંથી વિચલિત કરીને સ્થાપવામાં આવ્યા હોવાના ગ્રાફિક પણ અપલોડ કરાયા છે.



#काशी_मथुरा_बौद्धो_की

આ TAG ખુબ જ Twitter પર વાઇરલ થાય રહ્યો છે ઘણા બૌદ્ધ ધર્મના લોકો આ TAG વાપરી રહ્યા છે.



Twitter પર આજ સવારથી આ ઉપરની Tweets ખુબ જ વાઇરલ થઇ રહી છે જેમાં એવું પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે સોમનાથ મંદિર પેહલા બૌદ્ધ સ્તૂપ હતું. તમે અમને Comment માં જણાવો તમારું શું માનવું છે ?


Post a Comment

Previous Post Next Post

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ Channelમાં જોડાવ.                                       Join Whatsapp Channel