લોહીમાં જામેલા કોલેસ્ટ્રોલને આ ફૂડ કાઢી નાંખશે બહાર

આપણા લોહીમાં બે પ્રકારના Cholesterol (કોલેસ્ટ્રોલ) જોવા મળે છે, ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ. બેડ કોલેસ્ટ્રોલને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. ધમનીઓમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાથી હૃદય સુધી યોગ્ય માત્રામાં લોહી પહોંચતું નથી, જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક વગેરેનું જોખમ વધી જાય છે.

લોહીમાં જામેલા કોલેસ્ટ્રોલને આ ફૂડ કાઢી નાંખશે બહાર



કોલેસ્ટ્રોલની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે કેટલાક ફૂડ્સ ખુબ જ મદદગાર સાબીત થઇ શકે છે. આ ફૂડ્સમાં રહેતા પોષક તત્વો લોહીમાં જામેલા કોલેસ્ટ્રોલને ઓગાળી નાખે છે. કોલેસ્ટ્રોલથી Heart Attack (હાર્ટ અટેક) અને Stroke (સ્ટ્રોક) નો ખતરો વધી જાય છે. આ આરોગ્યસ્પ્રદ ફૂડ ખાવાથી Immunity (ઇમ્યુનિટી) માં પણ વધારો થાય છે. ત્યારે આ Foods (ફૂડ્સ) ક્યા ક્યા છે તેનાથી શું ફાયદો થાય છે આવો વિગતે જાણીએ.

સફરજન / Apple

કોલેસ્ટ્રોલ ઘટાડવામાં સફરજન ખુબ જ લાભદાયી છે. અનેક સંશોધનમાં જાણવા મળ્યું છે કે સફરજનના સેવનથી કોલેસ્ટ્રોલનું લેવલ 40 ટકા જેટલું ઘટી જાય છે. ક્લીવલેન્ડ ક્લિનિકના રિપોર્ટ પ્રમાણે સફરજનમાં રહેલા ફાઇબર અને અન્ય એન્ટી ઓક્સિડેન્ટ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. રોજ બે સફરજન ખાવાથી શરીરને ફાયદો થાય છે. આ સિવાય કેળા, જાંબુ, દ્રાક્ષ અને સ્ટ્રોબેરી ખાવાથી પણ કોલેસ્ટ્રોલ ઘટે છે.

ટામેટા / Tomato

ટામેટા ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન A, B, K અને C મળી આવે છે, જે ત્વચા, આંખો અને હૃદય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ સિવાય તેમાં પોટેશિયમ પણ મોટી માત્રામાં જોવા મળે છે. તે કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે.

શાકભાજી / Vegetables

હાઇ કોલેસ્ટ્રોલના દર્દીઓએ શાકભાજીનું વધુ પ્રમાણમાં સેવન કરવું જોઇએ. શાકભાજીમાં રહેલા પોષકતત્વો કોલેસ્ટ્રોલ ઘટાડી હ્યદયને ફાયદો પહોંચાડે છે. શાકભાજીમાં ફુલાવર, કોબીચ, ટમેટા, મરચા, અજમો, ગાજર, પાલક અને ડુંગળીથી ઝડપથી કોલેસ્ટ્રોલ ઘટી જાય છે. આ તમામ શાકભાજીમાં ફાઇબર તથા પ્રોટીન હોય છે જેનાથી કોલેસ્ટ્રોલની સાથે ટ્રાઇગ્લિસરાઇસ પણ ઘટે છે. શાકભાજીનું જ્યુસ પીવાથી પણ ઘણી રાહત થાય છે.
 

પપૈયા / Papaya

પપૈયામાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાની સાથે તે ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. એક મોટા પપૈયામાં 13 થી 14 ગ્રામ ફાઈબર હોય છે. રોજ પપૈયું ખાવાથી પાચનક્રિયા પણ સુધરે છે.

અળસી / Flaxseed

અળસીના બીને કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે રામબાણ ઇલાજ તરીકે ઓળખવામાં આવે છે. અળસીના બીજમાં ફાઇબર, ઓમેગા 3 ફેટી એસિડ સહિત અનેક પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. અળસીના બીજ સિવાય અખરોટ, બદામનું સેવન લાભદાયક સાબીત થશે. 

એવોકાડો / Avocado

બ્લડપ્રેશરના દર્દીઓએ એવોકાડોનું સેવન કરવું જોઈએ. એવોકાડોમાં વિટામિન K, C, B5, B6, E અને મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે, જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં અને સ્ટ્રોકના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. એવોકાડો શરીરમાં ગુડ અને બેડ કોલેસ્ટ્રોલના લેવલને પણ નિયંત્રિત કરે છે.

સોયાબીન / Soybean અને તેનાથી બનેલી પ્રોડક્ટ્સ

કોલેસ્ટ્રોલના દર્દીઓએ સોયાબીન અને તેનાથી બનેલી પ્રોડક્ટ્સનું સેવન કરવું જોઇએ. ટોફુ એક લોકપ્રીય સોયાબીન ફૂડ છે અને સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. સોયાબીન અને ટોફને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે ખુબ જ અસરકારક માનવામાં આવે છે. તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે જેથી શરીરને શક્તિ મળે છે. સોયાબીન મિલ્ક પણ શરીર માટે બેસ્ટ છે. કેટલાક અનાજનું સેવન કરવું પણ કોલેસ્ટ્રોલ સામે ફાયદો અપાવે છે. ઓટમીલને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે સારું માનવામાં આવે છે. અનાજમાં સોલ્યુબલ ફાઇબર હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં કારગર સાબીત થાય છે, કારણ કે તે કોલેસ્ટ્રોલને ઓગાળી નાખે છે. આ સિવાય ક્વિનોઆ, જઉં, રાઇ અને બાજરો પણ કોલેસ્ટ્રોલ માટે ખુબ જ ફાયદાકારક છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતા નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.

Post a Comment

Previous Post Next Post

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ Channelમાં જોડાવ.                                       Join Whatsapp Channel