બિપરજોય વાવાઝોડાને લઇને આગાહી

આગામી 24 કલાકમાં હવામાનમાં ઝડપથી પલટો આવવાનો છે. આ દિવસોમાં જ્યાં હીટવેવ ચાલી રહી છે તે વિસ્તારોમાં પણ રાહત મળવાની શક્યતા છે. Cyclonic storm Biporgoy (ચક્રવાતી તોફાન બિપોરજોય) આગામી 24 કલાકમાં વધુ તીવ્ર થવાની ધારણા છે, એમ ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું. તે ઝડપથી ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે. એક ટ્વિટમાં, IMDએ જણાવ્યું હતું કે, "પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ચક્રવાતી તોફાન BIPORGOY 9મી જૂનના 2023 કલાકે વધુ તીવ્ર બનશે. તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધે અને આગામી 24 કલાક દરમિયાન વધુ આગળ વધે તેવી સંભાવના છે."

અરબી સમુદ્રના કિનારે વલસાડના તિથલ બીચ પર બિપોરજોયના કારણે ઊંચા મોજા જોવા મળ્યા છે. સાવચેતીના પગલા તરીકે તિથલ બીચને 14 જૂન સુધી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. વલસાડના તહસીલદાર ટીસી પટેલે જણાવ્યું હતું કે, "અમે માછીમારોને દરિયામાં ન જવા કહ્યું હતું અને તેઓ બધા પાછા આવી ગયા છે. જો જરૂર પડશે તો લોકોને દરિયા કિનારે આવેલા ગામમાં ખસેડવામાં આવશે. તેમના માટે આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા છે. "અમે ત્યાં સુધી પ્રવાસીઓ માટે બીચ બંધ કરી દીધો છે."

હવામાન વિભાગના અનુમાન મુજબ બે દિવસ 30થી 40 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સુચના અપાઇ છે. 13થી 15 જુન વચ્ચે દરિયા કાંઠે 40થી 50 કિલોમિટર પ્રતિ કલાકની પવન ફુંકાશે. આવતી કાલથી ધીમે ધીમે વધશે પવનની ઝડપ વધી શકે છે. હાલ તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ આપી દેવાયુ છે.

વાવાઝોડાની આગાહીને પગલે વલસાડના તિથલના દરિયા કિનારે જવા પર 14 જુન સુધી લગાવાયો પ્રતિબંધ. દરિયા કિનારે ગોઠવી દેવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. તો અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ આપી દેવાયા છે. NDRFની એક ટીમ વલસાડમાં સ્ટેન્ડ બાય રખાશે.

અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું બિપરજોય પોરબંદરના દરિયાકાંઠાથી માત્ર 620 કિમી જ દૂર છે અને હાલ વાવાઝોડાની દિશા ગુજરાત તરફ છે. વાવાઝોડું 6 કિ.મી પ્રતિ કલાકની ઝડપે દરિયામાં આગળ વધી રહ્યું છે. વાવાઝોડું જખૌ તરફ આગળ વધતા ગુજરાતના માથે ચિંતા વધી છે.

અમરેલી જિલ્લાના વાતાવરણમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. અમરેલી, ધારી અને ખાંભા પંથકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે.

ધારીના જીરા, ડાભાળી, માધુપુર, સરસિયા તેમજ ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાંભા પંથકના ભાડ અને વાકિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 3 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માંગરોળના દરિયાકાંઠે ભારે મોજા ઉછળતા જોવા મળ્યા હતા. માંગરોળના શેરીયાજ બંદરમાં વહેલી સવારથી મોજા ઉછાળતા જોવા મળ્યા હતા. બપોર બાદ માંગરોળ અને આસપાસના વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ શરુ થયો હતો.

બિપોરજોય વાવાઝોડાની અસર રાજકોટ જિલ્લામાં પણ જોવા મળી રહી છે.  ગોંડલ શહેર તેમજ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગોંડલમાં પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો છે. ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી અને આજુબાજુના ગામોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરને લઈ વાતાવરણમાં પલટો આવ્યો છે.

બિપોરજોય વાવાઝોડાને લઈ રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી અને ઉપલેટાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેતપુર,ધોરાજી અને ઉપલેટામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર બાદ પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં પવન સાથે વરસાદ વરસ્યો છે. બિપોરજોય વાવાઝોડાની અસરને લઈ રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે.

આ જિલ્લાની શાળાઓ બંધ 

કચ્છમા 13મી તારીખથી તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાવાઝોડાને કારણે આખું તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. કચ્છમાં સરકારી, ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. 13 મી જુનથી 15જૂન રજા જાહેર કરાઇ છે. જોકે, આચાર્ય તથા સ્ટાફે હેડ કવાર્ટર પર ફરજિયાત હાજરી આપવાની રહેશે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પત્ર જાહેર કરીને આ નિર્ણય જાહેર કર્યો છે. આ ઉપરાંત તેવી પણ માહિતી મળી છે કે, કચ્છમાં 10 કિલોમીટર અંદરની તમામ શાળાઓને શેલ્ટર હોમ તરીકે જાહેર કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ વાવાઝોડાને પગલે જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 12 અને 13  જૂન રજા જાહેર કરાઈ હતી. રજાઓ દરમિયાન શાળાના આચાર્ય અને સ્ટાફે હાજર રહેવાનું રહેશે. વાવાઝોડાની આગાહી સંદર્ભે તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે રજાનો નિર્ણય કરવામાં આવ્યો છે

બિપોરજોય વાવાઝોડાને લઈને રાજકોટના કલેક્ટરે મહત્વનો નિર્ણય કર્યો છે.  આગામી તારીખ 14 અને 15 જૂનનાં રોજ જિલ્લાની શાળા કૉલેજોમાં રજા રાખવા આદેશ કરવામાં આવ્યો છે.

NOTE : નોંધ : રજા ફેરફાર કે હાલ પરિસ્થિતિ મુજબ નિર્ણય માં ફેરફાર થઇ શકે માટે જેતે સ્કૂલ - કોલેજ માં Call કરી માહિતી લઇ લેવી 

શુક્રવારે કેરળના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટાયમ, ઇડુક્કી, કોઝિકોડ અને કન્નુરમાં લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.

હવામાન વિભાગે કહ્યું છે કે ચક્રવાતને કારણે 10 જૂન સુધીમાં કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગોવાના તટીય વિસ્તારોમાં સમુદ્રમાં ખૂબ ઊંચા મોજા ઉછળી શકે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે અરબી સમુદ્રમાં ટકરાતું આ પહેલું ચક્રવાતી તોફાન છે, જે ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે.


ચક્રવાતને કારણે બિહાર, ઝારખંડ, બંગાળ, ઉત્તર પ્રદેશમાં પણ આકાશ વાદળછાયું રહી શકે છે. હાલ આ વિસ્તારોમાં વરસાદની કોઈ આગાહી નથી. પરંતુ, લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી શકે છે.

Post a Comment

Previous Post Next Post

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ Channelમાં જોડાવ.                                       Join Whatsapp Channel