સાળંગપુર દર્શન કરવા જાઓ તો અહીં ગાડી પાર્ક ન કરતા - નહિ તો લઈ જશે પોલીસ

Salangpur Kashtabhanjan Hanuman Temple (સાળંગપુરનું કષ્ટભંજન હનુમાન મંદિર) ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહી બારેમાસ ભક્તોનો ધસારો રહેતો હોય છે. તેમાં પણ હનુમાન દાદાનો શનિવાર હોય તો વધુ ભીડ રહેતી હોય છે. અમદાવાદથી મોટી સંખ્યામાં સાળંગપુર હનુમાન મંદિરના દર્શને જતા હોય છે.

Salangpur Mandir No Parking Zone

આવામાં Salangpur Traffic (સાળંગપુર ધામમાં ટ્રાફિક) ની સમસ્યા વિકટ બનતી હતી. જેને પગલે જિલ્લા પોલીસ વડાએ મહત્વનો નિર્ણય લીધો છે. સાળંગપુર ધામે ટ્રાફિક સમસ્યાને લઈને પોલીસે No Parking Zone (નો પાર્કિંગ ઝોન) જાહેર કર્યો છે. આ વિશે Botad (બોટાદ) જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. 

જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, બોટાદમાં સુપ્રસિદ્ધ હનુમાન મંદિર આવેલું છે. આ મંદિરમાં ભક્તોની સતત અવરજવરને કારણે મંદિરની આસપાસ ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. અહીં મોટા પ્રમાણમાં યાત્રાળુઓ આવતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા રહે છે. આવામાં ટ્રાફિક સમસ્યાને હલ કરવા જિલ્લા પોલીસ દ્વારા નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે.

સાળંગપુર ગામે બરવાળા બોટાદ હાઈવે રોડ, ગુદા ત્રણ રસ્તાથી ભરવાડ વાસ સુધી, સાળંગપુર ગામના ભરવાડ વાસથી મંદિરના ગેટ-1 સુધીનો વિસ્તાર ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરાયો છે. તેથી ભક્તોને અપીલ છે કે, તેનુ પાલન કરે, અને આ મામલે સહયોગ આપે.

સાળંગપુર એ ભારત દેશના ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં આવેલું ગામ છે. સારંગપુર ગામમાં સ્થિત ઐતિહાસિક શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર અને BAPS સ્વામિનારાયણ મંદિર માટે સમગ્ર ભારતમાં જાણીતું છે. આશરે 3000નું ગામ અમદાવાદ જિલ્લાની સરહદે આવેલું છે. નજીકનું શહેર બોટાદ છે.

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના અંતધ્યાન બાદ અનાદિ મૂળ અક્ષરમૂર્તિ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર ગામમાં વેદોકતવિધિથી શ્રી કષ્ટભંજન-હનુમાનજી મહારાજની આ મૂર્તિની સ્થાપના કરી હતી.

આ મંદિર ભક્તજનોમાં કષ્ટ નિવારવા માટે તેમજ જેમને ભુત –પ્રેત કે અનિષ્ટ તત્વોથી પીડાતા હોય તેવા લોકો માટે આ મંદિર ઘણું સત્કારી તેમજ ચમત્કારી મનાય છે. બોટાદ જીલ્લાના બરવાળા તાલુકામાં સાળંગપુર ગામે આવેલ આ મંદિર માટે એમ કહેવાય છે કે ભુત -પ્રેતાત્માથી પીડિતો માત્ર એકવાર જો સાળંગપુર હનુમાનજીના દર્શન કરી લે તો તેમને આવી પીડામાથી મુક્તિ મળે છે. 

Post a Comment

Previous Post Next Post

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ Channelમાં જોડાવ.                                       Join Whatsapp Channel