IPL 2023 : IPL 2023 ની છઠ્ઠી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. અહીં તમને આ મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
IPL 2023 Match 6, Chennai Super Kings vs Lucknow Super Giants: આજે IPL 2023 માં, MS ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અને KL રાહુલની લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કર થશે. થોડા સમયમાં આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત સામે પ્રથમ મેચ હાર્યા બાદ ચેન્નાઈ આ મેચ દ્વારા ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત નોંધાવવા ઈચ્છશે. આ સાથે જ લખનૌની નજર પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા પર રહેશે.
CSK vs LSG Head to Head
ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધી માત્ર એક જ મેચ રમાઈ છે. આ મેચ છેલ્લી સિઝન એટલે કે IPL 2022માં રમાઈ હતી. આ મેચમાં કેએલ રાહુલની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું હતું.
Team
Lucknow Super Giants (Playing XI):
KL Rahul(c), Kyle Mayers, Deepak Hooda, Krunal Pandya, Marcus Stoinis, Nicholas Pooran(w), Krishnappa Gowtham, Mark Wood, Ravi Bishnoi, Yash Thakur, Avesh Khan
Chennai Super Kings (Playing XI):
Devon Conway, Ruturaj Gaikwad, Moeen Ali, Ben Stokes, Ambati Rayudu, Ravindra Jadeja, MS Dhoni(w/c), Shivam Dube, Mitchell Santner, Deepak Chahar, RS Hangargekar
Impact Payer Choose:
Lucknow Super Giants subs: Ayush Badoni, Jaydev Unadkat, Daniel Sams, Prerak Mankad, Amit Mishra
Chennai Super Kings subs: Tushar Deshpande, Dwaine Pretorius, Subhranshu Senapati, Shaik Rasheed, Ajinkya Rahane
jiocinema.com
Pitch Report
લખનઉ અને ચેન્નાઈ વચ્ચેની આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. તાજેતરમાં આ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે મેચ રમાઈ હતી, જેમાં સ્પિનરોનો દબદબો રહ્યો હતો. મેચમાં 18 વિકેટોમાંથી 11 વિકેટ સ્પિનરોના નામે હતી. આવી સ્થિતિમાં આ પીચ સ્પિનરો માટે મદદગાર સાબિત થઈ શકે છે. બીજી તરફ આઈપીએલ મેચોની દૃષ્ટિએ આ સ્ટેડિયમ બેટ્સમેનો માટે ખૂબ જ મદદરૂપ રહ્યું છે. હાઈ સ્કોરિંગ મેચો અહીં વારંવાર જોવા મળે છે. અહીં પ્રથમ બેટિંગ કરનારી ટીમોની જીતની ટકાવારી સારી છે.